Shalin Manav Ratna Award – 2026
પરમ આદરણીય પૂજ્ય શ્રીમતી ધનશ્રી તલવલકર-દીદીજી
પ્રેમલ, સંવેદનશીલ અને પરગજુ એવાં નારાયણી પ્રતિભા પૂજ્ય શ્રીમતી ધનશ્રી તલવલકરજી એક ગૌરવશાળી અને સર્વ સુહૃદ વ્યક્તિત્વ છે ! શ્રદ્ધેય પરમ પૂજ્ય શ્રી પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલેજીના ગરવા આધ્યાત્મિક ગુણવારસાને ધારી, તેને વિસ્તારતાં શ્રીમતી ધનશ્રી તલવલકરજી અનુયાયીઓના હૃદયમાં ‘દીદીજી’ રૂપે શાશ્વત થયાં છે. સ્વાધ્યાય પરિવારના કીર્તિવંત અધ્યાયના અણમોલ રત્નસ્વરૂપાં પૂજ્ય શ્રીમતી ધનશ્રી તલવલકરજી શ્રીમદ્ ભગવદ્ ગીતાનાં જ્ઞાન, કર્મ અને ભક્તિયોગને સાચા અર્થમાં જનસામાન્યની જીવનશૈલીમાં વાવી, તેઓના સર્વાંગી વિકાસ અર્થે અહોરાત્ર સેવામાં સમર્પિત છે.
અનુકંપાસભર હૃદયભાવના સાથે છેવાડાનાં માનવીઓને સ્વાધ્યાય પરિવારની મુખ્ય ધારામાં જોડી તેઓશ્રી સૌનાં જીવનને ઉન્નત બનાવી રહ્યાં છે. વિશ્વના અનેક દેશોમાં પ્રસાર પામેલા સ્વાધ્યાય પરિવારનાં સુવ્યવસ્થિત પ્રબંધનને નેતૃત્વ પ્રદાન કરી તેઓશ્રી જનસામાન્યના કલ્યાણ અર્થે નિરપેક્ષભાવથી જનસેવામાં પોતાનું જીવન અર્ધ્યરૂપે અર્પણ કરી રહ્યાં છે.
તેજસ્વી શિક્ષણવિદ્, કુશળ વહીવટકર્તા અને દિવ્ય ગુણોથી સંપન્ન પૂજ્ય શ્રીમતી ધનશ્રી તલવલકરજીએ સ્વાધ્યાય પરિવારના માધ્યમથી દૈવી અને માનવીય મૂલ્યોનાં સંવર્ધન અર્થે સર્વસ્વ સમર્પિત કર્યું છે. મહિલા નેતૃત્વનાં અતુલ્ય પ્રતીકસમાં પૂજ્ય શ્રીમતી ધનશ્રી તલવલકરજીનાં સામુદાયિક યોગદાન વંદનીય અને પ્રેરણાદાયી છે. કૃષિ વિદ્યાલયોની તાલીમમાં આધુનિક શિક્ષણ અને સાંસ્કૃતિક પરંપરાનો સમન્વય સાધી તથા આદિવાસી-વનવાસી યુવાઓ માટે વ્યાવસાયિક કૌશલ્યો વિકસાવતા કાર્યક્રમોને પ્રેરી તેઓશ્રીએ સૌને સક્ષમ અને આર્થિક રીતે સ્થિર કર્યાં છે. ગ્રામીણ યુવાઓનાં શહેરી સ્થળાંતર અટકાવવા અર્થે પ્રવૃત્ત પરમ પૂજ્ય દીદીજીએ સ્થાનિક સમસ્યાઓને અનુભવી તેનાં યથોચિત નિવારણ માટે હંમેશાં તત્પરતા દાખવી છે.
સૌના વિશ્વાસ અને પ્રીતિપ્રાપ્ત પૂજ્ય દીદીજી સૌની સાથે ઊભાં રહી સહાયરૂપ થવા અહોરાત્ર કટિબદ્ધ રહ્યાં છે.
વૈશ્વિક ફલક પર આંતર-ધાર્મિક જૂથો સાથે સંવાદ સાધી સકારાત્મક પરિવર્તન અને સંપોષિત વાતાવરણનાં સર્જન અર્થે તેઓશ્રીનાં પ્રદાન બહુમૂલ્ય છે. અનેક સન્માનોથી વિભૂષિત, દષ્ટિવંત સમાજસેવક, આધ્યાત્મિક વિભૂતિ એવાં પૂજ્ય શ્રીમતી ધનશ્રી તલવલકરજીની સેવા ભાવના અનુપમ છે, સૌને માટે પ્રેરક છે.
આદરણીય શ્રીમાન ભીખુભાઈ ભાઈલાલભાઈ પટેલ
સંવેદનશીલ અને દષ્ટિવંત નેતૃત્વશક્તિથી સભર, સેવાપરાયણ અને વિકાસલક્ષી શિક્ષણના સંવાહક શ્રીમાન ભીખુભાઈ પટેલ ખૂબ સાલસ વ્યક્તિ છે ! સેવાની મહેક તેઓનાં જીવનઆચરણ દ્વારા સહજ પ્રસરાવનાર શ્રીમાન ભીખુભાઈ પટેલ ધીર અને શીલવાન મહાનુભાવ છે ! શિક્ષણનગરી વલ્લભવિદ્યાનગરમાં પ્રવૃત્ત ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષશ્રી તથા સી.વી.એમ.યુનિવર્સિટીના પ્રમુખશ્રી શ્રીમાન ભીખુભાઈ પટેલની નૂતન વિદ્યાકીય પ્રકલ્પો અને શૈક્ષણિક પ્રવૃત્તિ ક્ષેત્રે અત્યંત સર્વસરાહનીય ભૂમિકા છે. બાહોશ અને કર્મઠ શ્રીમાન ભીખુભાઈ પટેલે વિદ્યાર્થીઓને સર્વોત્તમ શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થાઓને વેગ આપી અનેક શૈક્ષણિક અને
સંશોધન સંસ્થાઓના માધ્યમથી અસંખ્ય વિદ્યાર્થીઓની સફળ શૈક્ષણિક કારકિર્દી અને મૂલ્યનિષ્ઠ કેળવણીને સુનિશ્ચિત કરવામાં સહાય કરી છે. તેઓએ ચારુતર વિદ્યામંડળના ગૌરવશાળી વારસાને પોતાના ઊંચા, નિ:સ્વાર્થ અને ઉમદા સેવાકાર્ય દ્વારા વિશેષ ઉજ્જવળ બનાવ્યો છે.
શ્રીમાન ભીખુભાઈ પટેલે સમૂહલગ્ન, શિષ્યવૃત્તિ, કૃષિપ્રવૃત્તિ, સ્ત્રીજાગૃતિ, યુવકપ્રવૃત્તિ અને સાંસ્કૃતિક ક્ષેત્રે નેતૃત્વ લઈ, તે માટે યોગ્ય માર્ગ પ્રશસ્ત કરી સમાજ ઉત્કર્ષનાં અનેક નોંધપાત્ર સેવાકાર્યો સાકાર કર્યાં છે. કેળવણી મંડળ, સામાજિક સંસ્થાન અને વિશ્વવિદ્યાલયોમાં વિવિધ હોદ્દાઓ પર પ્રવૃત્ત રહી તેઓએ અર્પણ કરેલાં પ્રદાનો નોંધપાત્ર છે. શિક્ષણસેવાને સશક્ત અને સર્વસુલભ કરવા દાનવીરો દ્વારા અર્પણ થયેલાં દાનના સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરી અને પોતે પણ દાનની સરવાણી વહાવી એક ઉત્કૃષ્ટ વહીવટકર્તાનું ઉદાહરણ પૂરું પાડયું છે.
શ્રીમાન ભીખુભાઈ પટેલ અનેક રાજ્ય અને રાષ્ટ્રિય સ્તરના સન્માનથી વિભૂષિત છે. સાદગી, વિનમ્રતા અને સરળતાથી શોભતા મૃદુભાષી શ્રીમાન ભીખુભાઈ પટેલે પોતાની શક્તિ અને કૌશલ્યોના બહુમૂલ્ય ઉપયોગ સમાજના કલ્યાણ અર્થે કર્યા છે. સંતો અને સેવાભાવી સંસ્થાઓ સાથે અત્યંત આદરપૂર્ણ સંબંધ ધરાવનાર તેઓએ ‘સર્વજન હિતાય અને સર્વ જન સુખાય’ને જ પોતાનો જીવનમંત્ર બનાવ્યો છે. શિક્ષણ અને કેળવણી ક્ષેત્રે અવિરત સેવાપ્રવૃત્ત અને સકારાત્મક અભિગમ ધરાવતા શ્રીમાન ભીખુભાઈ પટેલ એક પ્રેરણાદાયી બહુ-આયામી વ્યક્તિત્વના જીવંત પ્રેરણામૂર્તિ છે.
विश्व वंदनीय योगगुरु स्वामीश्री पूज्य रामदेवजी महाराज
योग एवं आयुर्वेद के माध्यम से विश्व समस्त के सुस्वास्थ्य के प्रेरणास्रोत और भारतीय आयुर्वेद विज्ञान के ज्ञाता परम वंदनीय योगगुरु स्वामीश्री पूज्य रामदेवजी महाराज निःस्वार्थ सेवा की साक्षात् मंगल मूरत है। उनका निर्मल और निर्दोष व्यक्तित्व उनकी परम शीलवान साधुता का उमदा परिचय है। उनकी अहम्शून्यता और साहजिक जीवनशैली अत्यंत प्रेरक एवं आदर्श है। योगगुरु स्वामीश्री पूज्य रामदेवजी महाराज के हृदय की धड़कन रूप राष्ट्रभक्ति आज अनेकों को मूल्यनिष्ठ जीवन का पथदर्शन कराती है। प्रेरित करती है।
योग के प्राचीन भारतीय शास्त्रोक्त दर्शन एवं जीवनशैली को वैश्विक स्तर पर प्रतिष्ठित करने वाले परम श्रद्धेय स्वामीश्री पूज्य रामदेवजी महाराज देश के गरिमापूर्ण महर्षि है। हरिद्वार में स्थापित ‘पतंजलि योगपीठ’ के माध्यम से आयुर्वेद के पुनरुत्थान तथा स्वदेशी ज्ञान परंपरा के संरक्षण एवं प्रसार में उनका योगदान उन्हे अनुपम कर्मयोगी बनाता है। भारत एवं विदेशों में विशाल योग शिविरों, स्वास्थ्य जागरूकता अभियानों एवं संयमित जीवन शैली के प्रचार-प्रसार के माध्यम से पूज्य स्वामीश्रीने करोड़ों लोगों के जीवन में स्वस्थ एवं अनुशासित जीवन की नीव स्थापित की है। स्वदेशी आंदोलन के समर्थ सारथी परम आदरणीय स्वामीश्री पूज्य रामदेवजी महाराज का पारंपरिक चिकित्सा पद्धति और सहज सुलभ आयुर्वेदिक औषधियों के प्रसार में महत्त्वपूर्ण और अतुलनीय प्रदान है।
सेवा, राष्ट्रभक्ति एवं मानव कल्याण के प्रति समर्पण के जीवंत उदाहरण रूप पतंजलि विश्व विद्यालय के स्थापक-संरक्षक श्रद्धेय स्वामीश्री पूज्य रामदेवजी महाराज के प्रयासों से देश में आत्मनिर्भरता की भावना सुदृढ़ हुई है तथा देश में व्यापक स्तर पर रोज़गार का सृजन हुआ है।
शारीरिक, मानसिक एवं आध्यात्मिक संतुलन के संपूर्ण विज्ञान योगविज्ञान के वैश्विक
प्रसारक श्रद्धेय परम पूज्य स्वामीश्री रामदेवजी महाराज राष्ट्र के सांस्कृतिक पुनरुत्थान के एक गौरवशाली ज्योतिर्धर है।
