Shalin Manav Ratna Award – 2017


March 12, 2017
ડૉ. નયનાબહેન પટેલ

જીવન-સ્વાસ્થ્ય વિજ્ઞાનની અપાર શક્તિ-શક્યતાઓને સામર્થ્યમાં સાકાર કરી, અનેક પરિવારોનાં જીવનમાંથી ‘શેર માટીની ખોટ’ને નિર્મૂળ કરી, દાંપત્યજીવનને માઘુર્યસભર બાળકિલ્લોલની પરિતૃપ્તિથી ઘન્ય કરનાર ડૉ. નયનાબહેન પટેલ In Vitro Fertilizationની તકનિક-પ્રક્રિયાના હજારો સુફલ પ્રયોગો દ્ધારા અનેક માતાઓનાં સંતાનોને યશોદારૂપ માતૃકૂખે પરિપોષિત કરી પ્રગટ કર્યાં છે. વિશ્વની શ્રેષ્ઠ વિદ્યાસંસ્થાઓમાંથી IVFનાં ઉત્તમ પ્રશિક્ષણ પ્રાપ્ત કરી ગુજરાત રાજ્યના પ્રથમ ‘ટેસ્ટ-ટયૂબ બેબી સૅન્ટર’ની સ્થાપના તથા ગુજરાત રાજ્યની સર્વપ્રથમ ‘હ્યુમન મિલ્ક બૅન્ક’ના કાર્યાન્વયનના ગૌરવશાળી યશ આણંદ સ્થિત ડૉ. નયનાબહેન પટેલના ફાળે રહ્યા છે. જીવનવિજ્ઞાન ક્ષેત્રે અનેક સંશોઘનો તથા પ્રકાશનોનાં પ્રણેતા-સર્જક ડૉ. નયનાબહેન પટેલ અનેક પરિવારો માટે આશા-આકાંક્ષાપૂર્ણારૂપે તેજસ્વી નારાયણીપ્રતિભા સંપન્ન પ્રેરણામૂર્તિ છે.

ડૉ. મોહનભાઈ આઈ. પટેલ

બહુઆયામી તેજસ્વી પ્રતિભાસંપન્ન રાજર્ષિ ડૉ. મોહનભાઈ આઈ. પટેલે શિક્ષણ, પ્રશિક્ષણ, અનુસંઘાન, ઉદ્યોગ, કૃષિ, લોકનીતિ, સમાજ ઉત્થાન, ગ્રામ્યવિકાસ, રાષ્ટ્રોન્નતિ તથા માનવીય સંસ્કાર સંવર્ધન સહિત વિવિધ ક્ષેત્રોમાં ઊંડી સૂઝ, નિસ્બત અને સંસાધનો સાથે ઉત્કૃષ્ટ નેતૃત્વ દ્વારા ભારતીય સમાજજીવનમાં હકારાત્મક અને ઊર્ઘ્વગામી પરિવર્તનો આણ્યાં છે.
અનુસંઘાન, નાવીન્ય, કર્મદક્ષતા અને સેવાપરાયણતાનાં વૈચારિક-વ્યાવહારિક જીવનમૂલ્ય આચરણ દ્વારા ડૉ. મોહનભાઈ પટેલ અનેક ગૌરવશાળી સન્માનોથી વિભૂષિત થયા છે; અને આદરવંતાં અનેક પદસ્થાનો પર એક કર્મયોગી રૂપે મહત્ત્વપૂર્ણ અને નિર્ણાયક સેવા-જવાબદારીઓને અનુભવજન્ય કોઠાસૂઝ અને આધુનિક સમજના સમન્વય સાધી સુપેરે સુફલ બનાવી રહ્યા છે. ગુજરાતના ગૌરવવંતા સપૂત ડૉ. મોહનભાઈ આઈ. પટેલ આજે એક વિશ્વમાનવ રૂપે સંવાદિતાપૂર્ણ વૈશ્વિક કલ્યાણ અને સંસ્કાર-સાતત્યપૂર્ણ પ્રગતિ દ્યોતક રાહબર છે.

ડૉ. તેજસભાઈ પટેલ

પદ્મશ્રી ડૉ. તેજસભાઈ પટેલ હૃદયરોગના ચિકિત્સા અને સારવાર ક્ષેત્રે વિશ્વસમસ્તમાં ભારતનું ગૌરવ છે. આ ક્ષેત્રમાં Transradial Approachના વૈશ્વિક પ્રણેતાઓમાંના એક ડૉ. તેજસભાઈ પટેલે આ ટેકનિકનાં ભારતમાં સાર્વત્રિક પ્રશિક્ષણ દ્વારા બે હજારથી પણ વધુ તબીબી નીષ્ણાતોને સમર્થ બનાવ્યા છે, અને તે દ્વારા લાખો લોકોનાં જીવનને દીર્ઘાયુ બનાવવામાં અજાણ્યું છતાં અત્યંત મહત્ નિમિત્તપ્રદાન કર્યું છે. વિશ્વસમસ્ત પ્રત્યે કરુણાસભર હૃદય ધરાવતા ડૉ. તેજસભાઈ પટેલે દુનિયાના વિવિધ દેશોના પાંચસોથી પણ વધુ નિષ્ણાતોને આ અદ્ધિતીય તકનિકનાં પ્રશિક્ષણ આપ્યાં છે. તબીબી ક્ષેત્રે સર્વોચ્ચ સન્માનોથી વિભૂષિત ડૉ. તેજસ પટેલે સંપત્તિવર્ધનની સરખામણીએ જ્ઞાન અને વિદ્યાનાં સંવર્ધન તથા વિસ્તરણને પ્રાથમિકતા આપી છે. અને તેથી જ, પોતાની અતિશય વ્યસ્ત વ્યાવસાયિક સેવાપ્રવૃત્તિમાં પ્રવૃત્ત ડૉ. તેજસભાઈ પટેલ ભારત અને અમૅરિકાની પ્રતિષ્ઠિત વિદ્યાસંસ્થાઓમાં એક વિદ્યાવ્યાસંગી પ્રાધ્યાપક રૂપે પણ સમર્પિત છે.
અનેક સંશોધન-પ્રકાશનોનાં પ્રણેતા-સર્જક, અનેક તબીબી સાધન-પ્રક્રિયાના પ્રેરક-માર્ગદર્શક ડૉ. તેજસભાઈ પટેલ આધુનિક માનવસ્વાસ્થ્ય વિજ્ઞાન ક્ષેત્રના નિષ્ણાતો માટે એક આદર્શ કર્મયોગી ઋષિ સમાન છે.

શ્રી વાસુદેવભાઈ એલ. પટેલ

ચારિત્ર્યસંપન્ન નિઃસ્વાર્થ જીવન, સંવાદિતાપોષક નેતૃત્વશક્તિ અને ઘીંગી કોઠાસૂઝના સાકાર સમન્વયરૂપ શ્રીમાન વાસુદેવભાઈ પટેલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વૈશ્વિક ગૌરવ છે. ઘર્મ, શિક્ષણ, કૃષિ, સમાજ ઉત્થાન, મહિલા ઉત્કર્ષ અને ગ્રામ્યએકતા તથા વિકાસ સહિતનાં વિવિધ બહુઆયામી ક્ષેત્રોમાં સેવાપ્રવૃત્ત શ્રીમાન વાસુદેવભાઈએ જીવનપર્યંત હકારાત્મક જીવન ર્દષ્ટિને આચરણમાં મૂકી સૌની સેવા પ્રભુની સેવાના ભાવ સાથે જાત ઘસીને અર્પણ કરી છે.
ભગવદ્ ભક્તિના મર્મજ્ઞ શ્રીમાન વાસુદેવભાઈએ ર્દષ્ટિ, હદય અને આચારની વિશાળતા અપનાવ્યાં છતાં શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રબોધિત જીવનમૂલ્યો તથા જીવનશૈલીને સહજતાપૂર્ણ આત્મસાત્ કરી ઉન્નત અને ઘન્ય ગૃહસ્થ જીવનના ઉચ્ચ આદર્શ સિદ્ધ કર્યા છે.
શ્રીમદ્ ભગવદગીતા પ્રબોઘિત શાશ્વત જીવનમંત્ર ‘કર્મણ્યે વ અઘિકારસ્તે’ને જીવનસૂત્ર રૂપે આચરણમાં સિદ્ઘ કરનારા શ્રીમાન વાસુદેવભાઈએ આ જ જીવનસૂત્રના સામર્થ્યે અનેક સેવાલક્ષી સંસ્થાઓનાં સામર્થ્ય વઘાર્યાં છે અને સ્વયં નિઃસ્પૃહ રહી સમાજસેવકો માટે એક પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

ડૉ. તેજનભાઈ બી. પટેલ

અમૅરિકાના રૉચૅસ્ટર સ્થિત Interventional Cardiac Catheterization Laboratory ના નિયામક ડૉ. તેજનભાઈ બી. પટેલ એક સુફલ અને પ્રતિષ્ઠિત ઇન્ટરવૅન્શનલ કાર્ડિયોલૉજિસ્ટ તથા ઇન્ટર્નલ મૅડિસિનના વિશેષજ્ઞ છે.
અનેક સન્માનનીય ફૅલોશિપ્સ પ્રાપ્ત કરનાર ડૉ. તેજનભાઈ પટેલે ન્યૂયૉર્ક રાજ્યમાં Non-Surgical On-Site Primary & Elective Angioplasty Programને માન્યતા પ્રાપ્ત કરાવવામાં મહત્ યોગદાન આપી હજારો જીવનનાં દીર્ઘાયુ અર્થે નિમિત્ત પ્રદાન કર્યું છે.
ડૉ. તેજનભાઈ પટેલે આધુનિકતમ્ Transradial Approachના સિદ્ધહસ્ત પ્રયોગકર્તા રૂપે અનેક હૃદયરોગી મનુષ્યોનાં જીવનની રક્ષામાં મહત્ પ્રદાન કર્યાઁ છે. અપ્રતિમ પ્રતિષ્ઠા સાથે અપ્રતિમ વિનમ્રતાના સમન્વયથી સમૃદ્ધ ડૉ. તેજનભાઈ પટેલના વ્યક્તિત્વની એક અનોખી અસ્મિતા છે. વળી, ભૌતિકવાદી સમાજ અને સંસ્કૃતિ વચ્ચે રહેવા-પ્રવૃત્ત હોવા છતાં, ડૉ. તેજનભાઈ પટેલ અને તેઓના પરિવારે ભારતીય સંસ્કાર, મૂલ્યોને જતનથી આચરણમાં ઉતાર્યાં છે, અને જીવનના વિચાર-વ્યવહારમાં ભગવદ્ ભક્તિ, સંતસમાગમ અને સુહૃદભાવપૂર્ણ સેવાને સહજ વણી વંદનીય આદર્શ સ્થાપ્યા છે.

Lord Jitesh Gadhia

It is with great pleasure that Anoopam Mission honours Lord Jitesh Gadhia today, with the Shãlin Mãnav Ratna Award.
His numerous distinguished achievements have led him to be awarded life peerage, and Lord Jitesh Gadhia has thus become the youngest Briton of Indian origin to take his seat in the House of Lords in August 2016.
His career as an investment banker has not taken an ordinary course, because his vision, underpinned by strong Hindu values, has been to bring about positive social and economic change. His energy and drive have been to secure the best possible outcome for everyone involved and that is why Jitesh Gadhia has also been recognised internationally for his expertise – and selected as a ‘Young Global Leader’ by the World Economic Forum. His input alongside other Young Global Leaders, has been to tackle and shape the global economy’s most pressing challenges.
He has and continues to play a dynamic, multi-faceted role as Senior Executive, Advisor, Trustee of numerous organisations and charities, and has been associated with some of the largest investments between UK and India. He has been central to strengthening UK-India relations, and been a key player in connecting emerging market companies with developed markets.
Even through his high-powered roles, and his association with world leaders and key decision-makers, he remains grounded in his desire to serve the community at large. His humility, understanding and implementation of those human values, has kept him working continuously for the good of the people, identifying community issues and bringing about practical solutions.
Lord Jitesh Gadhia’s immense contribution lies in his constant drive to effect change that can transform the social and economic livelihoods of hundreds of thousands of people. The use of his values, energy, understanding and entire skill-set is rooted in this, and it is this that makes him such an inspirational role model to the next generation.

READ MORE

Signup for e-Newsletter