Chaturmaas Niyams 2024


૧૭ જુલાઈ ૨૦૨૪થી આરંભ થતા ચાતુર્માસના વિશેષ નિયમો

પ્રગટ ગુરુહરિ સંતભગવંત સાહેબજીને રાજી કરવાના એકમાત્ર ભાવથી તેઓએ આપેલા આ વિશેષ નિયમો યથાશ્રદ્ધા તથા યથાશક્તિ આચરણમાં મૂકવા પ્રભુના તથા ગુરુહરિના બળની યાચના કરીએ.

  • શ્રીજી મહારાજની આજ્ઞાનુસાર રોજ નાહી-ધોઈને પ્રભુની પૂજા કરવી. તેમાં શિક્ષાપત્રીનાં પાંચ શ્ર્લોકોનું વાંચન કરવું. પ્રાર્થના કરવી કે, આપે આપેલા નિયમ-ધર્મની મર્યાદામાં રહીને ભક્તિ કરીએ અને સઘળાં કામ પણ કરીએ.
  • પૂજા કરી શ્રી ઠાકોરજીની મૂર્તિને પ્રણામ કરી આપણા ઘર-પરિવારમાં આપણાં વડીલોના ચરણસ્પર્શ કરી, જય શ્રી સ્વામિનારાયણ કહી, તેઓના આશીર્વાદની યાચના કરવી. દરરોજ ઘરનાં વડીલોની કાળજી લેવી, તેઓની સારસંભાળ રાખી, તેઓ રાજી થાય તેવી રીતે તેઓની સેવા કરવી.
  • બ્રહ્મસ્વરૂપ યોગીબાપાની આજ્ઞાનુસાર અઠવાડિક સત્સંગસભામાં અવશ્ય હાજરી આપવી. સભા ન થતી હોય તો આપણે શરૂ કરવી, સૌને બોલાવવા. અઠવાડિક સત્સંગસભા ઉપરાંત અઠવાડિયામાં બે વખત ઘરનાં સૌ પરિવારજનોએ ભેગાં મળી ઘરસભા અવશ્ય કરવી.
  • ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રબોધિત શ્રી વચનામૃતમાંથી આ સાથે જણાવેલાં અગિયાર વચનામૃતોમાંથી દરરોજ એક વચનામૃતનું વારાફરતી વ્યક્તિગત અથવા પરિવારમાં પઠન અથવા શ્રવણ અને મનન કરી તેને જીવનના આચરણમાં મૂકવા પ્રભુ તથા ગુરુહરિને પ્રાર્થના કરી તેઓના બળની યાચના કરવી.
    વચનામૃત : ગઢડા પ્રથમ પ્રકરણ-૧, ૧૬, ૨૩; લોયા પ્રકરણ-૧૨; ગઢડા મધ્ય પ્રકરણ-૭, ૩૦, ૪૫, ૬૩; અમદાવાદ પ્રકરણ-૨, ૩; ગઢડા અંત્ય પ્રકરણ-૧૧. પવિત્ર ચાતુર્માસ દરમિયાન મહિનાની દરેક અઠવાડિક સત્સંગસભામાં ‘બ્રહ્નનિઞૅર’ પત્રિકાનું વાંચન કરવું.
  • દરરોજ નીચે જણાવેલાં કીર્તનોમાંથી સમયની અનુકૂળતા અનુસાર ઓછાંમાં ઓછાં ત્રણ કીર્તનો વ્યક્તિગત રીતે અને શક્ય હોય તો પરિવારનાં સૌ સભ્યોએ સાથે બેસી ગાવાં / શ્રવણ કરવાં અને તેમાં રહેલા મહિમા અને બોધનાં મનન કરી જીવનના આચરણમાં ઉતારવા પ્રભુના બળની યાચના કરવી.
    (૧) ઊગતી પ્રભાએ કાર્ય પ્રારંભમાં…
    (૨) શ્રી અષ્ટોત્તરશત હરિનામ સ્તોત્ર…
    (૩) હે સ્વામી એવી આશિષ માગું છું તમ પાસ…
    (૪) સાધુ રે સાધો…
    (૫) આખા દિવસમાં તારી ભક્તિ માની…!
  • પવિત્ર ચાતુર્માસ દરમિયાન પોતાના સ્વાસ્થ્યને અનુકૂળ આવે અને દાક્તરી સલાહ/ અનુમતિ હોય તો, દરરોજ એકટાણાં કરવાં; અથવા ઓછાંમાં ઓછુ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દરરોજ એકટાણાં કરવાં. વિશેષ, પોતાના ગુરુની આજ્ઞા પ્રમાણે વ્યક્તિગત રીતે તેઓ જણાવે તે પ્રમાણે તપના, સ્વાધ્યાયના, ભજનના, સેવાના વિશેષ નિયમ લેવા.
  • સૌ યુવા (બહેનો-ભાઈઓ) તથા યુવા સાધકો ચાતુર્માસ દરમિયાન એક માસના અથવા ઓછાંમાં ઓછાં પંદર દિવસનાં ધારણાંપારણાંના વિશેષ નિયમ લઈ, આ તપ દરમિયાન પોતાનાં સર્વ વિચાર, વાણી અને વર્તન પ્રભુ અને ગુરુહરિ રાજી થાય તેવાં રાખવાં વિશેષ જાગ્રતતા રાખે.
  • શેષ જીવનપર્યંત અને સવિશેષપણે પવિત્ર ચાતુર્માસ દરમિયાન પ્રભુ અને ગુરુહરિને રાજી કરવા સૌ સત્સંગીઓ આધ્યાત્મિક તપસ્યાનો આ એક નિયમ અવશ્ય ધારણ કરે અને તેનું જાગ્રતતા અને શ્રદ્ધાપૂર્વક પાલન કરે : સદાય સૌના ગુણ ગાવા-સાંભળવા-જોવા, પરંતુ, કોઈના પણ અમહિમા-અભાવ-ભાવફેર કે નકારાત્મક ટીકાટિપ્પણથી દૂર જ રહેવું.
  • સૌ સત્સંગીઓ પ્રભુ અને ગુરુહરિની સ્મૃતિ સાથે શેષ જીવનપર્યંત અને સવિશેષપણે પવિત્ર ચાતુર્માસ દરમિયાન દરરોજ અડધો કલાક શ્રી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવી. મહામંત્રની ધૂન કરતાં પહેલાં નીચે જણાવેલો સંકલ્પ કરી, તે સાકાર થાય તે માટે પ્રભુ અને ગુરુહરિની સ્મૃતિ સાથે વ્યક્તિગત અથવા સંભવ હોય તો સમગ્ર પરિવારે સાથે બેસી અડધો કલાક શ્રી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવી.
    સંકલ્પ : હે પ્રભુ શ્રી સ્વામિનારાયણ ભગવાન ! હે અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામીજી ! હે પ્રભુનાં સર્વ સાકાર, દિવ્ય ગુણાતીત સ્વરૂપો ! હે પ્રગટ ગુરુહરિ સંતભગવંત સાહેબજી ! અમારા મનની વૃત્તિ અખંડ ભગવાનના સ્વરૂપમાં રહે. અમારા ગુરુ તથા પ્રગટ ગુરુહરિની પ્રસન્નતા અર્થે ગુરુઆજ્ઞાથી અમે જે સેવા કે પ્રવૃત્તિમાં જોડાઈએ તેમાં ફરિયાદ કર્યા વિના, સૌ સાથે સંપ-સુહૃદભાવ અને એકતા જાળવી, પ્રભુનું કાર્ય પ્રભુની રીતે પ્રભુ અને ગુરુહરિ રાજી થાય તેવી રીતે કરીએ. હે પ્રભુ ! હે ગુરુહરિ ! અમારું જીવન ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજ, ગુરુહરિ યોગીજી મહારાજ તથા આપના દિવ્ય કાર્યના વાહકરૂપ અને શ્રી અક્ષરપુરુષોત્તમ ઉપાસનાનાં આચરણ દ્વારા પરમ દિવ્ય બની રહે તેવા આ સંકલ્પ સાકાર થાય તે માટે આપની કૃપા અને બળની પ્રાર્થના સાથે શ્રી સ્વામિનારાયણ મહામંત્રની શ્રદ્ધાપૂર્વક અને ગુરુહરિની સ્મૃતિ સાથે ધૂન કરીએ છીએ.
    ૐ સ્વામિનારાયણ… સ્વામિનારાયણ… સ્વામિનારાયણ…!

Download PDF
Audio

Special niyams for Chaturmaas which begins on 17 July 2024

With the sole intention to please Guruhari Sant Bhagwant Sahebji, let us pray for the strength of God and Guruhari to put these special niyams given by Him into practice, with utmost faith and to the best of the ability.

  • According to Shreeji Maharaj’s aagna, after taking a bath, one must do one’s daily pooja and read five shlokas from the ‘Shikshapatri’ every day. Then one must pray, ‘May we remain within the moral and ethical boundaries of the given codes of conduct, and thus offer our devotion and carry out all of our work in this way.’
  • After worshiping the idol of Shri Thakorji Maharaj, say Jai Shri Swaminarayan touching the feet of our elders in our family and pray for blessings. Take care of the elders of the house every day and serve them in a way that pleases them.
  • According to Brahmaswaroop Yogi Bapa’s aagna, one must certainly attend the weekly satsang sabha. If there is no sabha in your area, then one must start a sabha and call everyone to attend it. In addition to the weekly satsang sabha, one must do a gharsabha twice in a week.
  • From the teachings of Bhagwan Shri Swaminarayan in the “Shri Vachanamrut”, one should read, listen, and contemplate following eleven Vachanamruts one by one to embed these teachings into their daily practice either individually or within their family. One should pray to God and Guruhari, requesting their strength.
    Vachanamrut:
    Gadhadā Pratham Prakaran: 1, 16, 23;
    Loya Prakaran: 12;
    Gadhadā Madhya Prakaran: 7, 30, 45, 63;
    Amdavad Prakaran: 2, 3;
    Gadhadā Antya Prakaran: 11

    Read the ‘Brahmanirzar’ magazine in each weekly satsang sabha during sacred Chaturmaas.
  • Every day, at your convenience, sing or listen to at least three bhajans from the following list, individually or with your family members. Reflect on their significance and teachings, aiming to integrate them into daily life. Pray for the strength of God to uphold these.
    (1) “Ugati Prabhae Karya Praarambhmaan…”
    (2) “Shri Ashtottarshat Hari Naam Stotra…”
    (3) “He Swami Evi Ashish Maagu Chu Tam Paas…”
    (4) “Sadhu Re Sadho…”
    (5) “Aakha Divasma Tari Bhakti Mani…”
  • During the sacred Chaturmaas period or at least during the month of Shravanmaas, if it aligns with one’s health and is approved by a doctor, one should fast by eating only one meal a day. Individuals should undertake special niyam on tap, svadhyay, bhajan and seva following instructions and aagna given by one’s Guru.
  • During the Chaturmaas period, all youth (male-female and young Santo) should undertake special niyam of dharna-parna for one month or at least fifteen days and maintain awareness regarding their thoughts, speech and behavior pleasing both the God and the Guruhari.
  • Throughout their lives and especially during the sacred Chaturmaas period, all devotees must adopt this niyam of spiritual austerity to please the God and the Guruhari, maintaining its observance with vigilance and reverence:
    “Sadaay sauna goon Gava-Sambhalva-Jova, parantu, koina pan Amahima-Abhav-Bhavpher ke Nakaratmak Tika-Tippani thi door rehvu.”
  • All the Satsangis should recite Shri Swaminarayan Mahamantra for half an hour every day during the holy Chaturmas for the rest of their lives with the memory of Shree Thakorji Maharaj and Guruhari.
    Before reciting the Mahamantra, make the following resolution, to make it a reality, with the memory of Shree Thakorji Maharaj and Guruhari, personally or if possible, the whole family should sit together and chant Shri Swaminarayan Mahamantra for half an hour.
    Sankalp: He Prabhu Shree Swaminarayan Bhagwan! He Aksharbrahma Shree Gunatitanand Swamiji! He Prabhuna Sarva Sakaar, Divya Gunatit Swaroopo! He Pragat Guruhari Sant Bhagwant Sahebji! Amara mann ni vrutti akhand Bhagwan na swaroop ma rahe. Amara Guru tatha Pragat Guruhari ni prasannata arthe Guruagna thi ame je seva ke pravrutti ma jodaiye, tema fariyad karya vina, sau sathe samp-suhardbhav ane ekta jaadvi, Prabhunu karya Prabhu ni rite Prabhu ane Guruhari raji thay tevi rite kariye. He Prabhu! He Guruhari! Amaru jivan Guruhari Shastriji Maharaj, Guruhari Yogiji Maharaj tatha apna divya karya na vahakroop ane Shree Akshar-Purushottam Upasana na acharan dwara param divya bani rahe teva aa sankalp sakaar thay te mate aap ni krupa ane bal ni prarthana sathe “Shree Swaminarayan” Mahamantra ni shraddhapurvak ane Guruhari ni smurti sathe dhun kariye chhiye.
    ॐ Swaminarayan… Swaminarayan… Swaminarayan…!

Download PDF
Audio

Signup for e-Newsletter