Chaturmaas Niyam 2020


સંતભગવંત સાહેબજીએ આપેલ ચાતુર્માસના વિશેષ નિયમો…

ઈ.સ. 2020માં સંવત-2076ના આ વર્ષમાં આસો મહિનામાં અધિક માસ આવે છે. આમ બે આસો માસ થતાં આ ચાતુર્માસ પાંચ મહિનાનો થશે તો, શ્રી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા મુજબ 1લી જુલાઈ 2020થી શરૂ થતા આ ચાતુર્માસમાં આ પત્રિકામાં લખેલા વિશેષ નિયમોમાંથી સમજદારીથી થોડા નિયમો લઈ પ્રભુ બળે શ્રદ્ધાથી પ્રભુ પ્રસન્નતાર્થે પાળવા કટિબદ્ધ રહીશું.

 • આપણી રોજની પૂજામાં ‘શિક્ષાપત્રી’ સાથે ‘યોગીગીતા‘નો પાઠ કરી તે દ્રારા આખો દિવસ ગુરુની-પ્રભુની સ્મૃતિમાં રહીશું.
 • રોજ અડધો કલાક ‘શ્રી સ્વામિનારાયણ’ મહામંત્રનો ગુરુની સ્મૃતિ સાથે જાપ કરીશું અથવા મંત્રલેખન કરીશું.
 • બ્રહ્મજ્યોતિ-મોગરી, અમદાવાદ કે આપના નજીકનાં કેન્દ્રોમાં રોજ થતી મહાપૂજામાં કૉન્ફરન્સ ફોનથી જોડાઈશું.
 • દેશ-પરદેશમાં કૉન્ફરન્સ ફોન દ્રારા થતી આપણી સભાઓમાંથી એક કે વઘારે સભાઓમાં જોડાઈ માહાત્મ્યમાં વઘારો કરવાની મળેલ તકનો શ્રેષ્ઠ ઉપયોગ કરીશું. ઘરમાં યુવાનો, યુવતીઓ, બાળકોને પણ તેઓની ઑનલાઈન સભા થાય છે તેમાં જોડીશું.
 • સત્સંગ સંવર્ધન કેન્દ્ર દ્રારા આવતા પરિપત્ર મુજબ બધા કાર્યક્રમો કરવા ઉપરાંત સંતો દ્રારા મોકલાતી ઑડિયો-વિડિયો ક્લિપ નિયમિત જોઈશું-સાંભળીશું.
 • આપણાં મંદિરોમાં સૂચના ન મળે ત્યાં સુઘી દર્શને જવું નથી, પણ ત્યાં થતી આરતી કે સભામાં ઑનલાઈન જોડાઈ દર્શન-કથાનો લાભ લઈશું.
 • રોજ ‘વચનામૃત’, ‘સ્વામીની વાતો’ સાથે ‘શ્રી ભક્ત ચિંતામણી‘ અને પ્રભુ-સંતોનાં જીવનચરિત્રોના ગ્રંથોનું વાંચન સમય પ્રમાણે કરીશું.
 • શ્રાવણ માસ અને અધિક આસો માસ એકટાણાં કરશું. વધુ બળિયા હોઈએ તો આખો ચાતુર્માસ એકટાણાં કરશું. શ્રદ્ધા પ્રમાણે ધારણાં પારણાં પણ કરાય.
 • રોજ ઘર મંદિરમાં ભેળા મળી આરતી અને સાંજની ઘરસભા કરીશું.
 • આપણા મિત્રો કે સગાંસ્નેહીજનોને પ્રભુના, સંતો-ભક્તોના મહીમા ગાઈ સત્સંગમાં રસ લેતા કરીશું. તેઓને કૉન્ફરન્સ ફોન દ્રારા થતી સભામાં પણ જોડી શકાય.
 • ઘરમાં સૌ પાત્રોમાં, મંડળમાં અને સત્સંગમાં સંપ-સુહૃદભાવ-એકતા સાથે હળીમળી સઘળાં કાર્યો કરવા પર તાન રાખીશું. તે માટે આપણા ઈષ્ટદેવ અને આપના ગુરુ સામું જાવાની ટેવ પાડવી.
 • સર્વ જગત પર આવી પડેલ મહામારીથી સૌની રક્ષા થાય, આ મહામારીનો અંત આવી જાય તેવી પ્રાર્થનાઓ કર્યા કરવી. ‘હે પ્રભુ ! અમ સૌ ભક્તોની-સંતોની રક્ષા કરો… સમગ્ર વિશ્વની રક્ષા કરો…‘ એમ માગવું.
 • ‘આજ મારે ઓરડે… ‘ નાં ચાર પદમાંથી છેલ્લાં બે પદ ‘બોલ્યા શ્રી હરિ રે… ‘ રોજ બોલવાં… મોઢે જ કરી દેવાં. રાત્રે સૂતી વખતે નિયમ ચેષ્ટા સાથે ‘વંદું‘નાં પદ સાંભળીશું કે ગાઈશું.
 • સરકારના આદેશ પ્રમાણે ઘરમાં જ રહેવું. જરૂર લાગે ને બહાર જવાનું થાય તો માસ્ક અવશ્ય પહેરીશું. બીજા લોકો સાથે 6થી વઘારે ફૂટનું અંતર રાખીશું. સાબુથી હાથ વારંવાર અવશ્ય ધોઈશું, સૅનિટાઈઞરનો ઉપયોગ કરીશું. પ્રભુ સદાય રક્ષામાં છે તે શ્રદ્ધા-વિશ્વાસ રાખવાં પણ જાગ્રતતા-સતર્કતા પણ ખૂબ જ રાખીશું. પ્રભુ સૌની રક્ષા કરો એ પ્રાર્થનાઓ છે !

Download PDF

Chaturmaas Niyams Given by Sant Bhagwant Sahebji

This year of 2020, or Samvat 2076, there is Adhik maas in the month of Aso. Because there are two months of Aso, this Chaturmaas will be five months long, and so according to Shri Swaminarayan Bhagwan’s aagna, we will all take some niyams from the list below with understanding and thereby resolve to follow them drawing on the strength of God, with utmost faith, for the purpose of pleasing God, from 1 July 2020,when Chaturmaaas begins.

 • Everyday in our daily pooja, to read the ‘Yogi Gita’ in addition to the ‘Shikshapatri, and through this, to reamin in the smruti of our Lord and our Guru.
 • Chant the ‘Shri Swaminarayan’ mahamantra daily for half an hour… or alongside the chanting, do one page of mantra-lekhan.
 • To join the daily mahapooja at Brahmajyoti, Mogri, or Amdavad or your nearest centre, through conference call.
 • To join one or more of the daily conference sabha’s here or abroad, and use to the fullest the opportunity to increase our understanding of mahatmya. In the home, to also connect our children to the online youth or baal-sabhas.
 • To conduct all programs according to the directions received from the Satsang Samvardhan Kendra, and regularly listen to or watch the satsang audio or video clips sent by Santo.
 • To go to the mandir for darshan only when such instruction is received, but to join the aarti and sabha online, and take benefit of darshan and katha.
 • Everyday, alongside your reading of the Vachanamrut and Swami ni Vaato, to read the ‘Shri Bhakt Chintamani’ and the life-biographies of Maharaj and Santo, as time permits.
 • During the months of Shraavan and Adhik maas, to fast eating only one meal a day, and those who are more capable, to fast in this way for the whole Chaturmaas period. Those who able may do dharna-parna for one month or fifteen days, eating only one meal every other day.
 • Everyday all family members must together perform the Aarti in your ghar-mandir and do a ghar-sabha in the evening.
 • Speak to your friends, relatives and acquaintances about the glory of God, Santo and bhakto and engage their interest in satsang. You may also connect them to the phone conference sabha.
 • To keep one’s focus on maintaing samp-suhrad-bhav and ekta with all family members, and all bhakto in our mandal and satsang. For that we need to cultivate the habit of keeping our gaze directed at our Ishta-dev and our Guru.
 • To pray for everyone to be protected from the pandemic, and to pray for its end. ‘Oh Lord please protect all Santo and bhakto… please protect the whole world… please protect..’ We must ask in this way.
 • To sing everyday the final two out of the four pads of ‘Aaj mare orde re’ – i.e. ‘Bolya Shri Hari re’ and to learn this by heart. To sing or listen to Niyam Chesta and the ‘Vandu’ pads every night before going to sleep.
 • To remain at home according to the directive received from the government. If it is necessary to go out, then to compulsorily wear a mask. To keep a social distance of 6 ft or more with others. To wash one’s hands with soap at regular intervals and to make use of sanitizers. To maintain trust and faith that God is forever in our protection but also to maintain awareness and caution. May God protect all; that is our prayer!

Signup for e-Newsletter